રાખડી રુડી
રાખડી રુડી
શ્રાવણ માસે તહેવારોની આવે રે ઘોડાપૂર;
એમાં પ્યારા ભાઈબેનીનાં પ્રીતડી ભરપૂર
બેની ભાઈલા કાંડે બાંધે રાખડી રે અમ્મર;
ખમ્મા વીરાને લલાટે અક્ષત કુમકુમ અપાર !
ભાઈ તો દેતો બેનડીને વીરપસલી રે જરૂર;
રક્ષણ કરતાં ઉત્સાહી બતાવે એ તો શૂર !
બેનીની આશ તો લાગણીઓ સંગે રે હુજૂર;
પ્રેમનો તાંતણો બાંધી દેતી વર્ષો વર્ષનું રે નૂર !
રાખડી રુડી લઈને ફરતી બોલતી મીઠાં સૂર;
ભાઈલો મારો સૌથી ડાહ્યો બાંધી સ્નેહની ર દોર !