હે હરિ !
હે હરિ !


જિંદગી આખ્ખે આખી કરી દઉં તારા નામે,
ને પછી મારું સર્વસ્વ હું ધરી દઉં તારા નામે.
ક્યાં કશુંએ આમ તો છે ભલા મારું પોતાનું,
વટવૃક્ષ સમો હું ભરવસંતે ખરી દઉં તારા નામે.
અનુભવું છું નાનમ તારું જ તને આપીને હું,
અહં મારું રાખી સાચવી જરી દઉં તારા નામે.
કોટિ જન્મો પડે ઓછા અહેસાન ચૂકવવાને,
હે હરિવર રોમેરોમે તને ભરી દઉં તારા નામે.
મારી કામિયાબીને નિષ્ફળતા ચરણે તમારાં,
આવડા સંસાર સાગરને તરી દઉં તારા નામે.