આપણી
આપણી


ઓછું મળ્યું છે" એવી રોજ ફરિયાદ આપણી,
ન મળેલાંને સતત મમળાવવાની યાદ આપણી.
દેખાય છે અવગુણો પણ બીજાનાં નિરંતરને,
ઊભરતી પ્રતિભાને ચૂકાય દેવાની દાદ આપણી.
અરીસો પણ નિજદર્શન ના કરાવી શકનારો,
હશે આખરે દુર્ગુણોની બચી જાયદાદ આપણી.
નથી થયું આજલગી મારા દોષોનું ભાન મને,
સમય છે ચડી જાય નજરે ભૂલ એકાદ આપણી.
ભૂલ્યા છે કર્તવ્ય એ વાત છે સો ટકાની સાચી,
ક્યાંક ઈશ કરી ન નાખે હાજરી બાદ આપણી.