STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

શરણે જાતાં

શરણે જાતાં

1 min
65

ટળી જાય સઘળા શોકસંતાપ હરિને શરણે જાતાં,

ના રહે વ્યાધિ, ઉપાધિ પ્રલાપ હરિને શરણે જાતાં.


અંતરયામી અબ્ધિવાસી અપનાવતા અધિકારી,

જાય તન મનનાં સર્વે પાપ હરિને શરણે જાતાં.


શ્યામ સુંદર સુકોમળને સર્વેશ્વર સુખકારી સદા,

શરણાગત રક્ષક હરિવર આપ હરિને શરણે જાતાં.


દ્રવતા દેવ દયાનિધિ દ્વારકાધીશ દુઃખહારી હરિ,

ટાળે વિપદાને ધરી કર ચાપ હરિને શરણે જાતાં.


પ્રાર્થે પરમેશ પુલકિત; પાતક પ્રજાળે પુરૂષોતમ ,

મનમંદિરે હો નિરંતર જાપ હરિને શરણે જાતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational