Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ભોળા શંભુ તમે

ભોળા શંભુ તમે

1 min
37

અમને શરણમાં સ્વીકારો ભોળા શંભુ તમે,

સાંભળી ઉરના ઉદગારો ભોળા શંભુ તમે.

છોડી જગની ઝંઝાળ; શરણે આવ્યા કૃપાળ,

અમને આપદાથી ઉગારો ભોળા શંભુ તમે.

છીએ માયાના દાસ; કરો અંતરમાં નિવાસ,

ભૂલો ભૂલીને હજારો ભોળા શંભુ તમે.

ન કરી ભક્તિ તમારી; દ્યોને મતિને સુધારી,

અમને આપોને સહારો; ભોળા શંભુ તમે.

તમે દયાનિધિ દાતાર; ના લગાડો હવે વાર,

સન્મુખ શિવજી પધારો; ભોળા શંભુ તમે.

Rate this content
Log in