STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

શીખ્યો નથી

શીખ્યો નથી

1 min
26

હિંમત હારીને કંટાળવાનું શીખ્યો નથી.

થાકી જઈને કદી હારવાનું શીખ્યો નથી.


છોને ઝંઝાવાત કૈં આવે આપદા બનીને,

લીધેલા મારગને મૂકવાનું શીખ્યો નથી.


ઝઝૂમવાની જે જન્મજાત આદત મારી,

પીછેહટ કોઈકાળે કરવાનું શીખ્યો નથી.


હોય હૈયે હામ અવિરત સૂઝબૂઝ સાથે,

પગપારોઠના રસ્તે ભરવાનું શીખ્યો નથી.


છે મંઝિલ પ્રાપ્તિ એ જ કામયાબી મારે,

વારેવારે લક્ષ્યને બદલવાનું શીખ્યો નથી.


નિષ્ફળતા ના ડગાવી શકે કદી મકસદથી,

ભયથી ભૂલી જઈને ડરવાનું શીખ્યો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational