શિવશંકર તમે
શિવશંકર તમે


શ્રાવણે સહજ સંતુષ્ટ થનાર શિવશંકર તમે,
દયાનિધિ,દુખહર્તા, દેવ દાતાર શિવશંકર તમે.
ભાવભૂખ્યા ભગવંત ભોળાનાથ ભય હરતા,
ભક્તજનોની ભૂલો ભૂલનાર શિવશંકર તમે.
આરાધતાં અંતરે અવનીએ આશુતોષ અમે,
સુખ સંપદા સુવિચારને દેનાર શિવશંકર તમે.
સ્તુતિ સદાશિવ સર્વદા સુખકારી સ્વજનોને,
રીઝતા રામપ્રિયને રમણધર શિવશંકર તમે.
ત્રિપુરારિ તમે તાપસંતાપ ત્વરિત ટાળનારા,
હેતથી હરજી હો હરખનાર શિવશંકર તમે.