મામા
મામા


મા પછી મોસાળે બીજું સ્થાન ધરાવે તે મામા,
આંગણે આવેલ ભાણેજને લાડ લડાવે તે મામા.
ઈતિહાસના પાત્રો શકુનિને કંશ અપવાદ એમાં,
બાકી મામાઘેર ભીનુંભીનું અનુભવાવે તે મામા.
છૂટછાટ સઘળી ઘરથી અધિક મળનારી ત્યાં,
તમામ રોકટોકને સહજમાં જે ભૂલાવે તે મામા.
પ્રેમ પાથરતા પ્રત્યેક સ્વર્ગ સમાં સુખ જોયાંને,
તેજ ચાંદાના પણ જાણે ઝાંખા ગણાવે તે મામા.
હોય કદી ગેરહાજરી ' મા' તણી કર્મસંજોગથી,
" મા..મા " દ્વિગુણ વર્તી જનની વિસરાવે તે મામા.