નવરાશની પળોમાં
નવરાશની પળોમાં
અંતર્મુખ થવું ઘટે નવરાશની પળોમાં,
જગને ભૂલવું ઘટે નવરાશની પળોમાં.
નિજદર્શને મળશે ભૂલોનો સરવાળો,
ત્યાંથી સુધરવું ઘટે નવરાશની પળોમાં.
નિજાનંદની થાય પ્રાપ્તિ અંતર્દર્શનથી,
દર્પણમાં જોવું ઘટે નવરાશની પળોમાં.
સારાસાર વિવેક સાંપડે શાંતચિત્તથી,
કેટલુંક ખોવું ઘટે નવરાશની પળોમાં.
આત્મબોધ પણ શક્ય ધ્યાન ધરતાં,
દોણામાં દો' વું ઘટે નવરાશની પળોમાં.