પધારો ગજાનન
પધારો ગજાનન
1 min
30
અવનીવાસી સૌ કોઈ સત્કારે, પધારો ગજાનન.
ગણેશોત્સવનો આનંદ ભારે, પધારો ગજાનન.
શેરીએ ગલીએ નાકેનાકે પંડાલ તમારા શોભે,
ભૂતલવાસી ભાવે આવકારે, પધારો ગજાનન.
શિવસુત કલ્યાણકારી પ્રથમ પૂજ્ય ભગવંત,
આવો સિદ્ધિબુદ્ધિ સથવારે, પધારો ગજાનન.
લાભલક્ષના પિતા તમે કરતા મૂષક પર સવારી,
"બાપ્પા મોરિયા" ના ઉચ્ચારે, પધારો ગજાનન.
બુદ્ધિપ્રદાતા વિદ્યાદાતા મોદકપ્રિય મંગલકારી,
પૂજન-અર્ચન, સ્તુતિ સ્વીકારે, પધારો ગજાનન.