STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

ઓઢયું એને કફન

ઓઢયું એને કફન

1 min
313

મા હિન્દની આઝાદી કાજે પોતાના તનનું કર્યુ દહન 

મોતનું માથે ઓઢયું એને કફન 


અંગ્રેજોને ધોળા દિવસે જ શહીદે બતાવ્યાં તારા

હૈયામાં હંમેશા ગુંજતા હિન્દની આઝાદીના નારા

બાળપણથી મા કાજે પોતાની ઈચ્છાઓ કરી દફન 

મોતનું માથે ઓઢયું એને કફન


શહીદનુ નામ પડતાં અંગ્રેજો બધાં કાંપતા થર થર 

પોતાનાં લોહીડા રેડીને તિરંગાને ફરકાવ્યો ફર ફર

ભારતમાતાનુ હતુ,છે ને રહેશે ભગત સાચું રતન

મોતનું માથે ઓઢયું એને કફન 


હસતાં હસતાં મા ભારતી કાજે ખુદ લગાવી ફાંસી 

"કનક" કહે આવાં વીરોની કદી ના ઊડાવતાં હાંસી

આવાં વીર શહીદોને આજે પણ યાદ કરે છે વતન 

મોતનું માથે ઓઢયું એને કફન 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational