STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

સુદર્શન ન ચલાવ

સુદર્શન ન ચલાવ

1 min
326

નારાયણ લાગે છે કે તું ખોવાઈ ગયો છું અરણ્યમાં,

ન્યાય ક્યાં દે તું જે આવે કર જોડી તુજ શરણ્યમાં,


હો જો તું મંદિરમાં, ને હોય જો ખુલ્લી આંખ તમારી,

ને હોય જો ખુલ્લા કાન તો રાવ કેમ ન સુણે અમારી,


માઝા મૂકી છે દુર્જનોએ સજ્જનોનો વેશ ધારણ કરી,

ધર્મનામે ઠગભગતો તુજ નજર સામે કરે પાપકમાણી,


ભૂખ્યાં જનોની જઠરાગ્નિ સળગી રહી છે ભળભળ,

એ આંતરડીને ઠારવા કેમ દોડી નથી આવતો શામળ,


આજેય નર રૂપે ખુલ્લાં બેફિકર થઈ ફરી રહ્યા છે દાનવ,

કાન્તાસુત કહે પ્રભુ હવે તો દાનવ પર સુદર્શન ચલાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational