STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

ગુરુચરણ ૮૬૮

ગુરુચરણ ૮૬૮

1 min
326

સ્વાર્થની આંધી ઉડે હર દિશા દિશા,

ધર્મ અફીણીનશો છે હર દિશા દિશા,


ક્યારેક નાતને નામે ક્યારેક જાત નામે,

ધર્મનામે ઝેર રેડયા કરે હર દિશા દિશા,


ક્યારેક ગરીબના નામે ને ક્યારેક ગરીબી

ને નામે પોતે અમીર બને હર દિશા દિશા,


ક્યાં કદી ખરી ચિંતા કરી દેશના કિસાન કે

જવાનની, સૌ રોટલાં શેકે હર દિશા દિશા,


ખબર ન પડતી શું થઈ રહ્યું દેશે કાન્તાસુત

તેરી ચૂપ મેરી ભી ચૂપ ચાલે હર દિશાદિશા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational