રાજનીતિના રોટલા!
રાજનીતિના રોટલા!
1 min
110
હિન્દુ મરે,
મુસ્લિમ મરે,
શો વાંધો છે?
આપણે શેકો રાજનીતિના રોટલા!
કોઈનું ઘર બળે,
કોઈની ગાડી બળે,
શો વાંધો છે?
આપણે શેકો રાજનીતિના રોટલા!
કોઈને તલવાર વાગે,
કોઈ જીવતું સળગે,
શો વાંધો છે?
આપણે શેકો રાજનીતિના રોટલા!
કોઈ મંદિર તોડે,
કોઈ મસ્જિદ તોડે,
શો વાંધો છે?
આપણે શેકો રાજનીતિના રોટલા!
કોઈ વિધવા થાય,
કોઈ અનાથ થાય,
શો વાંધો છે?
આપણે શેકો રાજનીતિના રોટલા!
ધરમ... ધરમ... ધરમ...
કોણ જાણે છે મરમ ?
કોઈ નહીં.... સારું ને....
આપણે શેકો રાજનીતિના રોટલા!