રાહત
રાહત


કે જીવનભરની હવે રાહત મળી,
મને જો તું ને તારી ચાહત મળી,
ભલે બીજું કશુંય ના મળ્યું હોય,
ખુશ છું કે મને તારી સોગાત મળી,
સમય ત્યારે થંભી જાય છે મારો,
જ્યારે મને તારી મુલાકાત મળી,
હું ખોવાયો છું તારામાં હવે પરંતુ,
આમ તો મને મારી જ જાત મળી,
અંત તરફ જઈ રહી હતી જિંદગી,
તારાં મિલનથી એને શરૂઆત મળી !