રાહત મળી
રાહત મળી
મારા તપતા હૃદયને રાહત મળી,
જ્યારે વિરાન હૈયાને તારી ચાહત મળી,
હતી કંગાળ, બની ગઈ ધનવાન,
જ્યારે મને તારા સ્નેહની સૌગાત મળી,
પાનખર જેવું જીવન બન્યું વસંત,
જ્યારે તારી એક મુલાકાત મળી,
કરમાયેલા ફૂલ જેવી હતી જિંદગી મારી,
તારા થકી મારા જીવનને નવી શરૂઆત મળી,
મળ્યો અતૂટ વિશ્વાસ અને પ્રેમ તારો,
મારી પ્રિતને શબ્દોમાં રજૂઆત મળી,
મળી તારા પ્રેમની મોંઘેરી મિલકત તો,
જાણે મને દુનિયાની કિંમતી વિરાસત મળી,
મળી તારી સ્નેહની સોનેરી સોગાદ તો,
જાણે જીવનમાંથી દુઃખોને રુખસત મળી.

