રાહગીર
રાહગીર
દિલ થી ખૂબ દિલગીર છું હું,
આમ તો તારી જાગીર છું હું,
થોડો ખુશનસીબ છું હું છતાં,
જો ને ખૂબ બદનસીબ છું હું,
તારું મળવું મને ખુબ જ ગમેલું,
આમ તો ખૂબ મનગમતો છું હું,
ખોવાયો હતો તારા માં જ હું,
હજુ પણ ખોવાયેલો જ છું હું,
માને કે ના માને એ તારી મરજી,
તારા જ રસ્તાનો રાહગીર છું હું.

