પ્યારનું પહેલું પિતા
પ્યારનું પહેલું પિતા


પ્યારનું એક પહેલું મળ્યું મીઠુંને,
મારાં પિતાનું એક સોનેરી શમણું,
વ્હાલનો પ્યારો વિસામો બનીને,
એક આંગળીએ મારગ ચીંધતા,
ન આવે કોઈ આંચ જિંદગીને,
મારાં લાગણીએ ભીજેલા તાત !
પિતા મારાં ખૂબ ઠરેલ છે હૈયે,
સૌનું પરવા એ છે એમનું પહેલું,
એક કવચ બાહ્ય પહેરીને ફરે,
તફલીકોને દિલમાં થામી રાખતાં,
ન વિસારે અમારી કોઈ ઈચ્છાને,
મારાં લાગણીએ ભીજેલા તાત !
દીકરીનું હૈયું બનીને સદા રહે,
દીકરાની ઢાલ બનવાનું કામ મોટું,
થાકીને આવ્યાં સંતાનોને રમાડે,
એક ધાકે અમે સારૂંય ભણતાં,
સપનાં અમારાં બસ પૂરા કરે એ,
મારાં લાગણીએ ભીજેલા તાત !