પવનની
પવનની


બ્હાર આવી, પીઠ પર બેસી પવનની,
તરબતર થઈ, હુંફાળી ઉષ્મા ચમનની.
પ્રિત બાંધી છે અમે
પાલવડે પ્રિતમ,
સાથ હો પાલવ, નથી ફિકર કફનની.
રક્ત તિલક સહ ત્રિરંગે લપેટાઈને,
ધૂળ આ માથે ચડાવી છે વતનની.
પાંખ કાપીને બીજાની જે ઊડે છે,
હોય તેને બીક કાયમ બસ પતનની.
ના ઝુકાવો શીશ ઢોંગીની સમીપે,
જે નથી કરતા કદી કિંમત
નમનની.
માથે બાંધી ને કફન, જંગે ચડીશું,
ભય નથી ગોળી, ચિતા, શૂળી દફનની.