પૂરણપોળી
પૂરણપોળી
મોજથી ખાશું ભાઈબેનની ટોળી,
આજ બાએ બનાવી પૂરણપોળી.
પૂરણપોળીનો સ્વાદ અનેરો,
છંટકાવ થાય તેમાં કેસર કેરો,
કાજુ-બદામ ને પિસ્તાં-ચારોળી,
આજ બાએ બનાવી પૂરણપોળી.
પૂરણપોળી ખાઈ થાય મન પ્રસન્ન,
તોલે ન આવે એની કોઈ મિષ્ટાન,
ખાશું એય ઘીમાં ઝબોળી,
આજ બાએ બનાવી પૂરણપોળી.
બા જમાડે સૌને, રાખી પ્રેમભાવ,
બાની રસોઇ ખાવાનો લેવા લ્હાવ,
તમે ય આવજો, કદીક સમય ખોળી.
આજ બાએ બનાવી પૂરણપોળી.
