પૂછો
પૂછો
શું હાલ છે અમારો કોઈ તો આવીને પૂછો
મદદ ના કરો ભલે, આંખનું આસું તો લૂછો,
મારા દર્દનો અહેસાસ તો નહીં કરી શકો
બીજું તો કાંઈ નહીં, કોઈ દવાનું તો પૂછો,
ઉત્તર ભલે આપો કે ન આપો વાંધો નહીં
પહેલા કોઈ આવી, શું છે પ્રશ્ન ? એતો પૂછો,
અપેક્ષા 'સ્નેહી' ને એથી વધારે હોય શું !
બીજું તો ઠીક, કેમ છો ? એતો કોઈ પૂછો.

