પુત્રવધૂ
પુત્રવધૂ
સાસુ પાસે જરાક બેસીને -
પુત્રવધૂએ દિકરીની જેમ પુછ્યું આજે -
"બા..."
હજુ આગળ કંઈ બોલે એ પહેલાજ સાસુની છાતી ભરાઈ આવી ;
આજ એમના ઓરતાં પુરા થયા !
ઈ'તો મનમાં કે'વા લાગ્યા,
" હે..ભોળી મા ...તારો લખ લખ આભાર..
મુને મારી વઉંએ આજે 'બા' કીધું ઈથી બીજું સું જોઈએ ?"
કેટલાય વખતથી સાસુ અને વહુના અબોલામાં આજે વહુના એક શબ્દે સાસુ -
હર્ષના આંસુએ રોઈ પડ્યાં !
અલખ થઈ ગ્યાં !
ત્યાંજ પુત્રવધૂ આગળ બોલી-
" બા...ઘરના કાગળિયા મારા નામે કરીએ તો ???? "
સાસુ તો ત્યાંજ શાંત ....
સ્તબ્ધ .....
એક મોટા સદમામાં......
