સ્ત્રી નથી સાપનો ભારો
સ્ત્રી નથી સાપનો ભારો
સૌમ્ય છે સ્વભાવે ને લાગણીઓનો ભારો,
નહિ કહો સ્ત્રી ને સાપનો ભારો...
માતા, વહુ, દીકરી, પૌત્રી કે એક આગવી છોકરી
દરેક પાત્ર જીવંત ભજવે, આવડતોનો ભારો,
બે ઘર દીપાવતી ને અજવાળી પૂનમ એ સ્ત્રી.
પરિવાર બનાવતી, કુટુંબની એ તો કોયલ, મીઠા ટહુકાનો ભારો,
અંગે અંગે હોશ અને ખુમારી તન મનમાં, ઊર્જાઓનો ભારો,
ઘરની રોશની અને સમાજ ને સાચી દિશાઓ દેખાડતી,
નથી જેવી તેવી કોઈ પણ સ્ત્રી, છે પ્રતિભાઓનો ભારો...
ભલે દીકરી અને ગાય દોરે ત્યાં દોરાય પણ છે બંને પવિત્ર અને અમૂલ્ય, ના તોલાય કદી આ ભારો,
જ્યાં હશે એક એક સ્ત્રી ત્યાં વસે ખુશાલ ગૃહસ્થી, સ્ત્રી છે તેથી જ ખુશીઓનો ભારો,
સ્ત્રીની અદેખાઈ કરવાને પાછળ નહિ પડતા એવાઓને કહો સવ સાપનો ભારો..
