STORYMIRROR

Nilam Jadav

Inspirational Thriller Children

3  

Nilam Jadav

Inspirational Thriller Children

આવો સખી સૌ ગરબે ઘૂમીએ

આવો સખી સૌ ગરબે ઘૂમીએ

1 min
300

નવા રંગબેરંગી કપડાં પહેરીએ,

ને સોળે શણગાર સજીએ.

આવો સખી સૌ ગરબે ઘૂમીએ...


માથે મટકી મૂકી ગરબો રમીએ

ને માતાજીની સ્તુતિ ગાઈએ.

આવો સખી સૌ ગરબે ઘૂમીએ...


નાતજાતના સૌ ભેદ ભૂલીએ,

ને મનનાં સૌ દ્વાર ખોલીએ.

આવો સખી સૌ ગરબે ઘૂમીએ....


સાથે મળી માતાજીની આરતી કરીએ,

ને પકવાન બનાવી થાળ ધરીએ.

આવો સખી સૌ ગરબે ઘૂમીએ....


આંગણે મોતીડાથી સાથિયા પૂરીએ,

ને એમાં નવલા દીવડા પ્રગટાવીએ.

આવો સખી સૌ ગરબે ઘૂમીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational