ચાલને માંડીએ સ્નેહભરી ગોઠડી
ચાલને માંડીએ સ્નેહભરી ગોઠડી
જે બન્યું એ જતું કરી,
ને હૈયામાં પ્રેમની લાગણી ભરી,
એકબીજાનું હિત દિલે વસાવી,
ને અંતરની લાગણીઓ ઠાલવી,
ચાલને માંડીએ...
ઈટ્ટા-કિટ્ટા છોડી દઈએ,
ને તારું મારું જતું કરીએ,
ચાલને માંડીએ...
સમયનું બંધન ભૂલી જઈ,
ને એકબીજાને ખબે ટેકો દઈ,
ચાલને માંડીએ...
જિંદગીની મૂંઝવણના જવાબ બની,
ને અશાંતિ દૂર કરી મનની,
ચાલને માંડીએ...
પાંપણમાં છૂપાયેલાં આંસુને લૂછીએ,
ને વધી ગયેલા અંતરને ઘટાડીએ,
ચાલને માંડીએ...
