છેલ્લે ચિતામા જ ભળી જવાનું છે
છેલ્લે ચિતામા જ ભળી જવાનું છે
હે જીવ ! તું શાને ચિંતા કરે છે ?
ને લાગણીઓથી દુભાય છે.
છેલ્લે ચિતામાં જ....
હે જીવ ! તું શાને ઝઘડાય છે ?
ને તારું માંરું કરે છે.
છેલ્લે ચિતામાં જ....
હે જીવ ! તું શાને રડે છે ?
ને દુઃખથી હારી જાય છે.
છેલ્લે ચિતામાં જ....
હે જીવ ! તું શાને મલકાય છે ?
ને બીજાનું દુઃખ જોઈ ખુશ થાય છે.
છેલ્લે ચિતામાં જ....
હે જીવ ! તું શાને દોડાદોડી કરે છે ?
ને પૈસાની પાછળ ગાંડો થાય છે.
છેલ્લે ચિતામાં જ....
હે જીવ ! તું શાને ઈર્ષા કરે છે ?
ને પોતાની ખુશી જતી કરે છે.
છેલ્લે ચિતામાં જ....
