પુસ્તકાલય
પુસ્તકાલય
સારું પુસ્તક છે એક વિશ્વાસુ મિત્ર
દિલ દિમાગ નો સાચો સાથી બને
મનગમતા પુસ્તક આકાશી તારલા જાણે
તલ્લીન થઈ વાંચતા ઊંઘ મારી ઉડે
વિચારો શુધ્ધ પ્રગટે, નવી દિશા ઓ ખૂલે
ભાષા મારી સુધરે 'ને આત્મવિશ્વાસ વધે
કાવ્ય, વાર્તા આત્મકથા વાંચુ 'ને
ગીત, ગઝલ 'ને નિબંધ સ્ફૂરે
શબ્દ કોષ મળે ઈનામ રૂપે
નવા પુસ્તક મળે ભેટ સ્વરૂપે.
