STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

પુષ્પાંજલિ

પુષ્પાંજલિ

1 min
211

કાલ્પિક દુનિયામાંથી વાસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા

નવોઢા બની શરમાઈને વળી વળીને નજરું નાંખી નાની પગલી પાડી જાય...

"નુપુરનારણકારે સપ્રેમ ગુરુજીને...!!"

મારી બંને દીકરીના આરંગેત્રમ સમયે શબ્દ પુષ્પાંજલિ અર્પણ..!

ન્હાના પગલે "નમસ્કાર" કરતી બેહનોની આ જોડી છે..

કાબેલિયાત સરકરતી મંઝિલે ધીમી ડગલી માંડી છે...!!


દીકરીને વળાવતાં હો તેમ આંખ તમારી ભીંજી છે...

"વિદાય નથી હોં આ.." કહી તમેજ સમજાવી છે..!

અંદરની કળાને જાગૃત કરવા ગુરૂની જરૂરિયાત પૂરી પાડી છે..

અહોભાગ્ય છે દીકરીના કે શિક્ષા તમે દીધી છે...!


કદાચ ભૂલ કરી હશે, બાળક છે..છતા શિક્ષા તમે દીધી છે..

શિષ્યા બનાવી, સાચી લગનથી કળા તમે વિકસાવી છે..!!

જનેતા છું-રહી દેવકી બની આજ પ્રસંશાથી ખુશ છું...

માતા યશોદા બની ગુરૂ તમે બન્યા ને ખુશી અમને દીધી છે..!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama