પુરાણી યાદો
પુરાણી યાદો


આજે એક ખજાનો મળી ગયો,
જૂની યાદોનો પટારો ખૂલી ગયો,
કેવાં અમારાં નિર્દોષ ચહેરા એ,
મસ્તમજાની પ્યારી એજ યાદો,
ફોટા મળ્યાં અનાયાસે પુરાણાં,
ને પહોંચી ગયાં પુરાણી સફરે,
છલકાઈ ખુશીથી આંખો મારી !
માતાપિતાનો પ્યારો સાથ હોય,
ભાઈબહેનોની પ્યારી રખવાળી,
ખૂંદી વળ્યાં એક એક તસવીરો,
પછી તો થઈ ફોટાની પડાપડી,
સૌને જોઈતી'તી યાદો પુરાણી,
પછી તો થઈ જોવાજેવી લડાઈ,
છલકાઈ ખુશીથી આંખો મારી !
દાદાજી એ કાઢ્યો એક ઉપાય,
ફોટા બધાં પાસેથી જપ્ત કર્યા,
સૌનાં એ કરાવી આપી કોપી,
સૌને મળી ગઈ યાદો પોતાની,
મુકી સૌએ થેલામાં યાદો ભીની,
જોતાંજોતામાં પુરૂં થયું વેકશન,
છલકાઈ ખુશીથી આંખો મારી !