પુનરુત્થાને ભાવિ
પુનરુત્થાને ભાવિ
સર્જન વિલયની લીલા, પુનરુત્થાની ભાળી નિરાળી,
પાનખરથી વસંત દેતી, આ સંદેશા ડાળી ડાળી.
સમય વહેણમાં અગન પછેડીએ વન રે બળતાં,
ને રાખમાંથી વર્ષા ઝીલી, નવલાં વન જ ખૂલતાં.
મોટા મોટા પહાણ નદી વહેણમાં રેત જ થાતા,
ને ફાટે જ્વાળામુખી, નવા પર્વતો જગ ડંકા દેતા.
હશે હોંશ જોમ તો નવ સ્વપ્નો લઈ ખેલે યુવાની,
પુનરુત્થાન નિયમ ઉપકારી, સુણજો મારા સાથી.
હણે કૌવત ખમીર આ આક્રમણોને કષ્ટી ગુલામી,
જાગે વિકસે નવા કલેવર સંગ પુનરુત્થાને ભાવિ.
કથા ઈસ્ટરની ઈસુ મસીહા, ગુડ ફ્રાયડે આસ્થા,
પુનરુત્થાને પામ્યું સકળવિશ્વ, ક્ષમા કરુણાની કૃપા.
