STORYMIRROR

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

પુણ્ય સલીલા તાપીમાતા

પુણ્ય સલીલા તાપીમાતા

1 min
262

પુણ્ય સલીલા તાપીમાતા,

પરીક્ષા અસ્તિત્વની દેવા આવી તાપીમાતા.


આંગણે આવી ઉભી છે તાપીમાતા,

ખળખળ વહેતી આવી છે તાપીમાતા.


રમ્ય સ્વરૂપે બિરાજે છે તાપીમાતા,

ચરણ સ્પર્શ કરો આશિષ દેશે તાપીમાતા.


જળ દૂત બની નિર્મળ રાખજો તાપીમાતા,

બારે માસ વહેશે બન્ને કાંઠે તાપીમાતા.


દીર્ઘ પંથ કાપી આવી છે તાપીમાતા,

જળ સંકટ દૂર કરવા આવી છે તાપી માતા.


હવે જો કરશો દૂષિત તાપી માતા,

રૌદ્ર સ્વરૂપે સંહારશે તાપી માતા.


તસ્વીર ખેંચો આજ સંગ તાપીમાતા,

તારશે સાત પેઢી તમારી તાપી માતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama