પતંગિયું કહે
પતંગિયું કહે
પતંગિયું કહે, મારે આકાશમાં ઊંચે ઊડવું,
ને પેલા ઝગમગતા તારલાની સંગે ઝૂલવું,
ફૂલરાણી, ફૂલરાણી તમારો બહુ પી લીધો રસ,
હવે તમારામાં રહ્યો નથી પહેલા જેવો કોઈ કસ,
બહુ જોઈ ને માણી લીધી આ સ્વાર્થી દુનિયા,
જેમાં અમારા જેવા પતંગિયાની નથી કોઈ જગ્યા,
આટલું કહેતાં પતંગિયું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું,
અચાનક તેની પાસે ઊડતું ઊડતું કાંઈક આવ્યું,
તેને અડતા પતંગિયું પહોંચી ગયું આકાશે,
આકાશનું દ્રશ્ય જોઈને બોલ્યું હવે ક્યાં જવાશે ?
ત્યાં તો અવાજ આવ્યો હું છું તારી સાથે,
તું આ દુનિયામાં મોજ કર તારલાની સંગાથે,
તારા સંગે વિહાર કરી પતંગિયાને ખૂબ મજા પડી,
કહે, મને અહીં કાંઈક અલગ જ દુનિયા જડી.
