STORYMIRROR

Kalpesh Vyas

Children Inspirational

4.2  

Kalpesh Vyas

Children Inspirational

પતંગિયું બનું કે પતંગ બનું?

પતંગિયું બનું કે પતંગ બનું?

1 min
686



કુદરતી પતંગિયું બનું કે કૃત્રિમ પતંગ બનું?

પ્રભુની રચના બનું કે માનવનુ રમકડું બનું?


પતંગિયું બનીને આઝાદીથી મનફાવે ત્યા ઊડતો જાંઉ

કે પછી પતંગ બનીને કોઈના ઈશારે ઊડતો જાંઉ?


રંગબેરંગી પાંખો ફફડાવીને રંગબેરંગી ફુલોની આસપાસ ઊડતો જાઉ

કે પછી કોઈની આંગળીના ઈશારે આકાશમાં ઊંચે ઊડતો જાંઉ?


પતંગિયું બનીને ફુલો પર બેસીને રસપાન કરતો જાઉં

કે પછી પતંગ ડાબે-જમણે, ઊપર-નીચે ફરતો જાઉં?


દોરીથી બંધાઈને ઊડીને સહુનું મનોરંજન કરતો જાઉં

કે પછી પરાગરજનો પ્રસાર કરી ફુલોને વધારતો જાઉં


પતંગ બનીશ તો કપાઈ જઈશ અથવા ફાટી જઈશ

પતંગિયું બનીશ તો પોતાની રક્ષા પોતે કરતો જઈશ


ખાતરી છે મને કે આ વાંચીને તમે પતંગિયું બનવાનું જ કહેશો

છતાએ પક્ષીઓનો વિચાર ત્યજીને પોતે પતંગ જ ઊડાવશો


તો શું એવું ના થઈ શકે? કે પતંગ ઊડાવવાને બદલે

બગીચામાં ઊડતા રંગબેરંગી પતંગિયાને માણીએ !



Rate this content
Log in

Similar gujarati poem from Children