STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

4  

Dilip Ghaswala

Inspirational

પતંગ છું.

પતંગ છું.

1 min
340

કોઈ છોરી એ ચગાવેલો પતંગ છું,

ઋજ હાથોએ મુકાયેલો પતંગ છું,

દોર કાચી છે કે પાકી એ અજાણ છું,

બે ફિકર શ્વાસે ઉડાવેલો પતંગ છું,


પાંખ આપીને, પછી છળથી કાપી છે,

ઉડતાં પહેલા ઘવાયેલો પતંગ છું,

મારશે ગુલાંટ કે એ સ્થિર થાશે ?

અર્ધભાને ઓળખાયેલો પતંગ છું,


એકલો ચગતો રહે ધ્રુવ તારા માફક,

બુદ્ધ ભાવે કેળવાયેલો પતંગ છું,

ના ચગે ના ઉતરે ખુદની ઈચ્છાથી,

જન્મ મૃત્યુથી હું થાકેલો પતંગ છું,


ક્ષણ જીવી આ કાયા કાગળની લીધી છે,

મોજથી લૂંટાવા, જન્મેલો પતંગ છું,

વાલિયો લૂંટારો આવીને વસે છે,

ઋષિ મુનિ શો લૂંટાયેલો પતંગ છું,


બાળકો દેખી મને સૌ પથ્થર મારે,

વિજ તારે હું ફસાયેલો પતંગ છું,

ભવ્ય આ જાહોજલાલીથી હું જીવ્યો,

ભાગ્યના હાથે કપાયેલો પતંગ છું,


હાથમાંથી દોર છૂટી ગઈ છે "દિલીપ",

ભેખડેથી ભેરવાયેલો પતંગ છું,

કોઈ છોરી એ ચગાવેલો પતંગ છું,

ઋજ હાથોએ મુકાયેલો પતંગ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational