*પથ્થર*
*પથ્થર*
રામના નામે પથ્થર તર્યા
અને માનવ પથ્થર બન્યા.
સંપીને પથ્થર સેતુબંધ બન્યા
ઝઘડીને માનવે જૂદા ઘર બાંધ્યા.
પથ્થર પણ એક શિખ આપે છે
જો સમજો તો સમજાવે છે.
એક બનીને રહેશો તો પહાડ બનશો,
જૂદા રહેશો તો ક્યાંય ખોવાઈ જશો.
પથ્થર બની બીજાને કામ આવી શકાય છે,
તો માણસ બનીને તો જીવન મહેંકાવી શકાય છે..!
