STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

પસાર

પસાર

1 min
303

કે ઘણી તકલીફોમાંથી પસાર થવું પડે છે,

પરિવાર માટે આપણે કંસાર થવું પડે છે,


સહેલું ક્યાં હોય છે જીવન પુરુષનું જ્યાં,

જીવનમાં નિરાશ, વારંવાર થવું પડે છે,


વિચાર કરું છું જગતમાં પોતાનું કોણ છે,

મારે તો જાતે પોતાનો આધાર થવું પડે છે,


શક્યતા જો હોય થોડી ખુદા હોવાની તો,

સાબિત કર, કેમ મારે નિરાધાર થવું પડે છે !


કેટલો સમય લખાયું છે દુઃખ, ખબર નથી,

રોજ ઢળીને મારે રોજ સવાર થવું પડે છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Tragedy