પર્યાવરણની સુરક્ષા એ મારો ધર્મ
પર્યાવરણની સુરક્ષા એ મારો ધર્મ


હા, આ હક છે મારો,
વારસદાર છું હું આ દુનિયાનો,
માંગુ ખુલ્લું સ્વચ્છ આસમાન,
માંગુ થોડી લીલી માવજત.
હરિયાળી ચાદર પર દેખાઈ,
કાળી ભમ્મર ધુમાડી વાદળી,
શું આ જ મારો શ્વાસ ?
આજે થોડું વાવીશું તો,
આવતીકાલે વ્યાજ સાથે ઉગશે,
આજને પ્રેમથી જતન કરીશું તો,
લીલીછમ આવતીકાલની ભેટ મળશે.
મારું તારું નહિ,આપણું છે, કરો સ્વીકાર !
એક પડકારને બુલંદ અવાજ સાથે ગુંજે,
"સ્વચ્છ આબોહવા એ જ મારી માંગ"
હા, આ હક છે મારો.