STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

પર્યાવરણ રક્ષા

પર્યાવરણ રક્ષા

1 min
153

આપણી સૃષ્ટિની સુંદરતાનો, પર્યાવરણ આધાર છે,

વધતા જતા પ્રદુષણે કર્યો, પર્યાવરણને તાર તાર છે,


પૃથ્વી છે આપણા સહુની રખેવાળ પ્રેમાળ માતા,

ખોદી ખોદીને પૃથ્વીને, કર્યા આપણે પૃથ્વી પર પ્રહાર છે,


મંદ મંદ વાતા વાયુથી વાતાવરણ રહે છે મસ્ત,

ઝેર ઓકતા કારખાનાઓથી વાતાવરણ થયું બેજાર છે,


જંગલો છે શોભા, છે જંગલોનું વૈજ્ઞાનિક મહત્વ,

જંગલનું નિકંદન કરીને, કર્યો કુદરતને લલકાર છે,


દુનિયા ઉપર છે પશુ પંખીઓનો પણ અધિકાર,

બનીને માંસાહારી માનવે કર્યો એમનો સંહાર છે,


લોકડાઉનમાં થઇ રહ્યું છે પર્યાવરણ સાફ્સૂથરું,

આપે છે સાબિતી કે પ્રદુષણ માટે માનવ જવાબદાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational