પર્યાવરણ બચાવો
પર્યાવરણ બચાવો
પર્યાવરણ બચાવો,પર્યાવરણ બચાવો,
કુદરતે આપેલ અમૂલ્ય સંપતિને જીવથી સાચવો,
પર્યાવરણ બચાવો, પર્યાવરણ બચાવો.
આડેધડ વૃક્ષો કાપી ધરતી પર ના કરશો વિનાશ,
વૃક્ષો વિના આ જગત બની જાશે જીવતી લાશ,
સૌ સાથે મળીને વૃક્ષોનું જતન કરી વૃક્ષો વાવો,
પર્યાવરણ બચાવો,પર્યાવરણ બચાવો.
હવા સૌ જીવો માટે છે જીવવા માટેની જીવનદોર,
હવામાં તમે ના ફેલાવતાં ભાઈ પ્રદુષણ ચારેકોર,
પર્યાવરણનું કરો જતન એવો માર્ગ તમે અપનાવો,
પર્યાવરણ બચાવો,પર્યાવરણ બચાવો.
જયાં જયાં પાણી, ત્યાં ત્યાં ભાઈ સૃષ્ટિ સર્જાણી,
પાણી બગાડી નવી પેઢીનું જીવનના કરો ધૂળધાણી,
પર્યાવરણને બચાવીને ખુશિયા તમે ખેંચી લાવો,
પર્યાવરણ બચાવો,પર્યાવરણ બચાવો.
સૌ એક સાથે મળીને પર્યાવરણનું કરજો જતન,
સ્વર્ગથી પણ સુંદર બની જાશે આપણું આ વતન,
આવો આવો ખોટા અનુકરણને તમે આજ દફનાવો,
પર્યાવરણ બચાવો,પર્યાવરણ બચાવો.