પ્રતીક્ષા
પ્રતીક્ષા


મજબૂરી તારી છે ને એટલે જ મજબૂર થઈ ગયો છું હું,
નહીં તો રોકી શકે મને, આ જમાનામાં એટલો દમ નથી.
જાણું છું તારી બેડીઓને, ને એટલે જ બંધાયો છું હું,
નહીં તો બાંધી શકે મને એવું કોઈ બંધન હજુ બન્યું નથી.
શું ખબર એ મારી પરીક્ષા કરતો હશે, ને એજ ન સમજી શકતો હોઉં હું,
નહીં તો આટલી પ્રતીક્ષા પછી તો, એ પણ દર્શન દીધા વગર રહેતો નથી.
આવશે એક સમય એવો પણ, કે મળીશ તને 'નિપુર્ણ' હું,
નહી જ મળી શકાય એટલા ખરાબ તો નસીબ પણ મને મંજૂર નથી.