STORYMIRROR

Dr. Ranjan Joshi

Inspirational

3  

Dr. Ranjan Joshi

Inspirational

પૃથ્વી

પૃથ્વી

1 min
26.9K


લીલાછમ ધાન્યની ચૂંદડી ઓઢી જાય છે પૃથ્વી

ઈન્દ્રધનુ ફૂલરંગથી બની જાય છે પૃથ્વી.

આભ ચમકે, વીજ ગાજે, મેઘાડંબર ડોલે

બારે ખાંગા મેઘમાં તો ન્હાય છે પૃથ્વી.

પુષ્પની પરાગ લઈ વિહરતા ભ્રમરના

ગીત મીઠાં ગાઈ, મોહિત થાય છે પૃથ્વી.

હા! અરે ત્યાં કાળ કેરો ઘંટ વાગે છે ભલા

થરથર ધ્રૂજતી ભૂકંપે ડોલી જાય છે પૃથ્વી.

જે અર્ણવોને આર્જવથી અડીખમ રાખવા મથી રહી

એના હિલોળે ત્સુનામીમાં ડૂબી રહી છે પૃથ્વી.

પાર્થિવ કોઈ પુન: પ્રકૃતિ સાથે મેળવે

એ આશથી 'રંજન' પુલકિત થઈ રહી છે પૃથ્વી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational