પૃથ્વી
પૃથ્વી


સૌનું પાથરણું બની, તું મા ની
વાત્સલ્ય ઉપમા પામી.....!
સૌને પોષવાને માટે,
તું અન્નપૂર્ણારૂપ પામી....!
એકના અનેક દાણા,
દેતી મા તું ખેતરમાં....!
થાતો અપાર આનંદ,
ખેડૂતોનાં હૈયામાં....!
તાપણું કરતા, રસોઈ રાંધતા,
દઝાતી માં તું ખૂબ.....!
આમ સૌનું પેટ ભરવા પૃથ્વી મા !
તું સહન કરતી ખૂબ.....!
છે અખૂટ ભરપૂર,
ખનીજતત્વોનો ખજાનો.....!
ખોદતાં, ઘા વાગવા છતાં પણ,
દેતી અણમોલ ખજાનો....!
અખૂટ લેણું છે પૃથ્વી મા ! અમ પર,
ચૂકવી નહીં શકું ક્યારેય....!
વંદન કરું વારંવાર તુજને,
ન એક પલ પણ ચૂકું ક્યારેય...!
તું સહનશીલતાની મૂર્તિ,
તું આનંદસ્વરૂપની મૂર્તિ....!
ન કુકર્મ કરું એવું,
તું ક્યારેય ન કોપે એવું....!
ધન્યતા અનુભવું સદા,
હું તારી પ્યારી બની જીવનમાં...!
અંતે તો વિરામ લઈશ હું,
મા ! તારા પ્રેમભર્યા પાલવમાં....!