પ્રથમ મિલન
પ્રથમ મિલન
શોધી રહ્યાં હતા તમે મુજને,
શોધી રહ્યો હતો હું પણ તમને,
એક બીજાનો સહારો બનવા,
વર્ષો બાદ આપણે મળી ગયા,
સંધ્યાના સોનેરી કિરણોમાં,
મુજને જોઈ તમે દોડી પડ્યા,
તમારી નજર મુજ પર પડતાં,
હરખથી આપણે મલકી ગયા,
મુજ સમીપ તમે ઊભા રહીને,
શરમથી પાંપણો ઝૂકાવી ગયા,
તિરછી નજર નાખીને મુજ પર,
નજરોના જામ છલકાવી ગયા,
તમે અને હું એકલા હતા અને,
પ્રેમભર્યું સાંનિધ્ય ઈચ્છતા હતાં,
પ્રથમ મૂલાકાતે એકબીજાની,
પ્રેમની સરિતામાં વહી પડ્યાં,
સમાઈ ગયા તમે મારા દિલમાં,
શ્ચાસોની સરગમ રેલાવી ગયા,
"મુરલી" પ્રેમની વસંત મહેંકાવી,
પ્રેમ નગરમાં સદાય વસી ગયા,

