પરોપકાર
પરોપકાર
તમે કરો છો પ્રેમ પણ મને ઉપકાર જેવું લાગે છે.
પૂતળા ઉપર કરેલા વ્યર્થ શણગાર જેવું લાગે છે.
પ્રેમમાં લેવડદેવડનો હિસાબ રાખવાનો હોય કદી ?
પડોશી સાથે નિભાવાતા વાટકી વહેવાર જેવું લાગે છે.
મને તમે ગમો છો, બસ એટલું જ પુરતુ છે મારે માટે !
તમારા વગરનું જીવન મને ખારા સંસાર જેવું લાગે છે.
દાનત ખોટી હોત મારી, તો મોઢું ફેરવી લીધું હોત !
તમને મારા વાયદામાં તત્વ વફાદાર જેવું લાગે છે?
તમારા વગર બીજું તો ઠીક ઉજાસની ઉણપ રહી છે.
દીવાને પણ અસ્તિત્વ મારું અંધકાર જેવું લાગે છે.

