STORYMIRROR

Dr.Riddhi Mehta

Romance Inspirational

4  

Dr.Riddhi Mehta

Romance Inspirational

પ્રણયની ઝંખના

પ્રણયની ઝંખના

1 min
315

પ્રેમના સેતુ એ આજ બંધાયો છું,

લાગણીઓના આ પૂરમાં તણાયો છું.


બાકી કયાં ખબર હતી પ્રેમ શું છે,

તારા નિ:સ્વાર્થ પ્રેમના રંગે રંગાયો છું.


સ્નેહની એ ઉજાસને પ્રણયની મિઠાશ,

સોનેરી એ ઝંખનામાં ઝંખાયો છું.


થોડું સ્મિતને ઝાઝેરી છે ખુશી,

તારા આ ઝલકથી તો હું જીરવાયો છું.


રહીશું સાથે જિંદગીની અંતિમ ક્ષણો સુધી,

નહીં તો એકલા રહેવા હું પણ ક્યાં ટેવાયો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance