પર્ણ
પર્ણ
પર્ણ લીલુંછમ, કૂંપળ ફૂટી, નવું વૃક્ષ હવે ઉગશે,
જતન થી રોપેલા આ કુમળા, છોડ ને કાયા મળશે .
સીંચ્યુ જેને, પાણી, ખાતર, ની સાથે, નવા પાન હવે ઉગશે ,
આજે રોપેલા આ છોડ ની, કિંમત માણસ સમજશે .
વૃક્ષો વાવો, છાયા મળશે, વાતાવરણ સુધરશે,
એક નજીવા કર્મ ની કાલે મોટી કિંમત મળશે .
ફળ, ફૂલ, ને અનેક ઉપયોગી વસ્તુ ની ઉપજ વધશે,
લીલાછમ આ વૃક્ષથી, જો જો દુનિયાની કાયા પલટશે .
