પરમ સુખ
પરમ સુખ
સરિતા સમ લહેરાતું રહેવું,
ઝરણાં સમ ખળખળતું રહેવું,
સમંદર સમ ઊછળતું રહેવું,
અનિલ સમ વહેતું રહેવું,
ઉપવન સમ ખીલતું રહેવું,
કુસુમ સમ મહેકતું રહેવું,
વીજળી સમ ચમકતું રહેવું,
વાદળી સમ ભીંજાતું રહેવું,
ભ્રમર સમ ગણગણતું રહેવું,
વિહંગ સમ ઊડતું રહેવું,
પરમ સુખ પામતું રહેવું,
એવું જીવન જીવતું રહેવું....!