STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રિયતમાની ઈચ્છા

પ્રિયતમાની ઈચ્છા

1 min
331

તારી સાથે મારી નજર મેળવીને,

તારી છબી મારા નયનોમાં વસાવવી છે,

તને મળવાનો સમય બતાવી દે પ્રિયતમ,

તારી વાટ મારે પ્રેમથી જોવી છે.


તારા પ્રેમના મહા સાગરમાં કુદીને,

તારા રોમ રોમ રંગોથી લહેરાવવા છે,

મને મળવાનો વાયદો પાળજે પ્રિયતમ,

તને પ્રેમની નૈયામાં વિહાર કરાવવો છે.


તારા પ્રેમાળ હ્રદયમાં વસવાટ કરીને,

તારા પ્રેમની દીવાની મારે બનવુ છે,

તારા હ્રદયના દ્વાર ખુલ્લા રાખજે પ્રિયતમ,

તારી ધડકન સાથે તાલ મેળવવો છે.


 મારી સુંદરતામાં તને ડૂબાડીને,

 મારે દુનિયાના લોકોને શરમાવવા છે,

 "મુરલી" ને તારા હ્રદયમાં સમાવીને પ્રિયતમ,

 મારે પ્રેમની અનુભૂતિ તને કરાવવી છે.


 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama