પ્રિયતમ
પ્રિયતમ
પ્રેમ દિવાની રાહ જુએ છે નૈનોને પથરાવીને,
ઉડીને આવીજા પ્રિયતમ પરદેશ છોડીને.
આંખોએ ધાર આંસુઓ વહી રહ્યાં છે,
પ્રિયતમની યાદમાં જલીને મુરજાઈ રહી છે.
અરે આ નિઃસાસા કોણ નાખી રહી છે પગલી,
પ્રિયતમની યાદોની બારાતમાં જઈ રહી છે પગલી.
ચૂપકે ચૂપકે કોઈ આવીને મને રડાવી ગયું,
મારાં સપનાઓમાં આવીને કોઈ મને જગાડી ગયું.
દિલનાં દરિયાની લાગણીઓમાં નાહી રહી છું,
પ્રિયતમની આરાધક બની જીવી રહી છું.
મને મઝધારમાં છોડીને ના જશો દિલબર,
દરદથી પલકે પલકે આ જગતમાં તડપી રહી છું.
"સખી" તારા આગમનની રાહ ઘણી જોઈ હતી મેં,
પ્રિતમ, પથરાયેલી આંખોએ જગ છોડી રહી છું.

