પ્રિય
પ્રિય
લાગે મને પ્રિય મારી ખબર તને વધારે છે
ખિજાણી છું ખૂબ ને મનાવી હવે ભારે છે,
પરાયા રાહમાં બેસી ભાળે વાટ નયન તારા,
તને સાક્ષાત નમાવી નાદાન આવકારે છે,
વિરહની આગ તો બસ સળગે છે વર્ષોથી,
સનમ કહી તને દિલ જ્યારે જ્યારે પોકારે છે,
નયન તારા દિવાના શાને એવા બન્યા છે
શું સાચે મારી યાદ આવે આંસુ સારે છે,
પ્રણયની આ ટૂંકી સફરમાં રાહ શું ચીંધી
લાગે છે તને કેમ જિંદગી મારે સહારે છે,
આમ એક છું કહી ને સાથે કોણ રહ્યા છે
દૂર જાંઉ છું કહી પાસેથી દૂર કોણ ગયા છે.
